Ahmedabad News: કૃષ્ણનગર પોલીસે ભરત વસોયા નામના આરોપીની ધરપકડ કરી છે. મૂળ સુરતનાં રહેવાસી આ યુવકની ઠગાઈના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીયે તો નરોડા વિસ્તારમાં રહેલો પ્રતિક બારોટ નામનો 41 વર્ષીય યુવક બોપલમાં સેલ્સ કો-ઓર્ડીનેટર તરીકે નોકરી કરે છે. તેના પ્રથમ લગ્ન 2013માં થયા હતા, જોકે પત્ની સાથે મનમેળ ન રહેતા વર્ષ 2017માં છુટાછેડા લીધા હતા. 6 મહિના પહેલા પ્રતિકના મામાની દુકાને વારંવાર આવતા ભરત વસોયાએ પોતાની ધર્મની બહેન સ્વાતિ માટે છોકરો હોય તો બતાવવાનું કહેતા પ્રતિકના મામાએ પ્રતિક વિશે વાત કરતા છોકરી જોવાનું નક્કી થયું. પ્રતિકને સ્વાતિ હીવરાલે પસંદ આવતા ભરત વસોયાએ સ્વાતિ ગરીબ હોવાથી 1.60 લાખ આપવાનું કહ્યું હતું. જે બાદ 16 જાન્યુઆરી 2025ના રોજ લગ્ન નક્કી કરાયા હતા.

