ગુજરાતમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે મનરેગા નરેગા નાણાપંચ સહિતની સરકારી યોજનાઓમાં જે ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરવામાં આવે છે જેમ કે માટી મેટલ પેવર બ્લોક કુવાઓમાં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચારનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે સ્થળ પર વિકાસના કામો ના થયા હોવા છતાં કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે.
પેવર બ્લોકમાં બારોબાર પૈસા ઉપાડી દેવામાં આવ્યા
જેમાં ગોધરા તાલુકાના નદીસર ગામમાં આવેલ વણકરવાસ ભાથીજીના મંદિર રામજી મંદિર સહિત અન્ય વિસ્તારોમાં પેવર બ્લોકમાં બારોબાર પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે.દાહોદ જીલ્લામાં મનરેગા કૌભાડ બાદ હવે પંચમહાલ જીલ્લામાં પણ કૌભાડનુ ભુત ધુણ્યુ છે.
બિન્દાસ રીતે રૂપિયા ઉપાડીને વહીવટ કર્યો
ગોધરા તાલુકાના નદીસર ગામમા વિવિધ સરકારી યોજના સહિત મનરેગા યોજનામા ભારે ગેરરીતી કરવામા આવી હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામા આવી છે. વાત એમ છે કે પેવર બ્લોક નાખવાની કામગીરી માત્ર કાગળ પર જ બતાવી દેવામા આવી છે,ઘણી જગ્યાઓ પર કામ થયુ નથી. આના નાણા બારોબાર ઉપાડી લેવામા આવ્યા હોવાની પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવામા આવી રહ્યા છે.