
Surendranagar News: થોડાં સમય પહેલા સુરેન્દ્રનગરના પાટડીમાંથી ગેસ ગળતરની ઘટના સામે આવી હતી જેમાં 2 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પાટડી પાલિકાનો ભાગેડુ એસ.આઈ હર્ષદ કટારીયા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા દેસાઈ હર્ષદ કટારીયાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યું હતો. પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાં ઉતારવામાં આવ્યા હતા અને ગેસ ઘડતરની ઘટનામાં બંનેના મોત થયા હતા. અંતે હર્ષદ કટારીયાને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. હજુ પણ બેદરકારી દાખવનાર પાટડી નગરપાલિકાનો ચીફ ઓફિસર મોસમ પટેલ ફરાર છે. તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.