લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મને લોકસભામાં બોલવા નથી દેતા. એક નિયમ છે કે, વિપક્ષના નેતાને બોલવાની તક આપવી પડે છે. પરંતુ હું જ્યારે પણ બોલવા માટે ઊભો થાઉં છું ત્યારે મને બોલવા નથી દેતા. મને નથી ખબર કે આ ગૃહ કેવી રીતે ચાલી રહ્યું છે.

