Home / Gujarat / Panchmahal : Gujarat news: Heavy to very heavy rain forecast for 6 days in the state

Gujarat news: રાજ્યમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 16થી વધુ જિલ્લામાં રેડ, યલો એલર્ટ જાહેર

Gujarat news: રાજ્યમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 16થી વધુ જિલ્લામાં રેડ, યલો એલર્ટ જાહેર

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના Nowcast મુજબ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે. રાજ્યના પોરબંદરમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

 પોરબંદર શહેર અને તેની આજુબાજુમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો રાણાવાવ અને કુતિયાણામાં પણ એક થી બે ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ મેઘાવી માહોલ  યથાવત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત માધવપુર સુધીની દરિયાઇ પટ્ટી પર પાંચ ઇંચ સુધી વરસાદથી જળબંબાકાર થયો છે. 

પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં શનિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. એમ.જી. રોડથી ખીજડી પ્લોટથી છાંયાચોકી તરફનો રસ્તો  સહિત ચોપાટીના વીલા સર્કિટ હાઉસની આજુબાજુ જનસેવા કેન્દ્ર તેમજ જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં અડધોથી એક ફૂટ પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર પ્રિ-મોન્સુનની કામગીરી થયાનો  દાવો તો કરી રહ્યું છે. પરંતુ અનેક જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે, પાણીનો નિકાલ થઇ શકયો ન હતો અને તેના કારણે ચારે બાજુ પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરના પેરેડાઇઝ એરિયામાં પણ દોઢ ફૂટથી  વધારે પાણી જોવા મળ્યું હતું. 

5 જિલ્લામાં રેડ ઍલર્ટ 

હવામાન વિભાગના Nowcast મુજબ, 28 જૂન સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (29 જૂન) કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  

30 જૂનની આગાહી

30 જૂને 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

1-2 જુલાઈની આગાહી

1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

3-4 જુલાઈની આગાહી

3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Related News

Icon