રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇને વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના ગોતા વોર્ડમાં આવતા અને એસ.જી. હાઇવે નજીક આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર એક તરફ ખોદકામ ઉપર કરવામાં આવ્યું છે તેવા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.