Weather news: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 13 અને 14 જૂને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત્ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

