Home / Gujarat / Rajkot : Names of accused revealed in NEET exam scam

Rajkot News: NEETની પરીક્ષામાં માર્ક્સ વધારવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો વસુલવાના કાંડમાં આરોપીઓના નામ ખુલ્યા

Rajkot News: NEETની પરીક્ષામાં માર્ક્સ વધારવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો વસુલવાના કાંડમાં આરોપીઓના નામ ખુલ્યા

Rajkot News: રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 30 વિદ્યાર્થીઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનો મામલે સામે આવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. આ તપાસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોના વિધાર્થીઓ ભોગ બન્યા હતા. વિધાર્થીઓ પાસેથી 15-20-30 લાખ જેવી જુદી જુદી રકમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્રણ વિધાર્થીઓ રાજકોટ જિલ્લાના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી મનજીત જૈન સહિત 3 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon