દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલા દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયામાં મૃતકના પરિવાજનોની ઓળખ થતાં પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં મૃતકની પ્રેમીકાએ અન્ય પ્રેમીને સાથે મળીને મોતનો ખુની ખેલ ખેલ્યો હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

