Home / Gujarat / Ahmedabad : Rath Yatra 2025: What is Pahind Vidhi?,

VIDEO: શું હોય છે પહિંદવિધિ?, શા માટે સોનાની સાવરણીનો જ ઉપયોગ કેમ થાય છે?

આજે અષાઢી બીજ છે, અમદાવાદમાં 148મી રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવે છે

ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. શહેરમાં નીકળતી રથયાત્રા પહેલાં મંગળા આરતી કરવામાં આવે છે, ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિમાં સીએમ સોનાની સાવરણીથી ભગવાનના રથમાં કચરો વાળે છે. મુખ્યમંત્રી દ્વારા આ કાર્ય કરવામાં આવે છે, તેની પાછળનું કારણ એ છે કે રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે

પહિંદ વિધિમાં સોનાની સાવરણીનો જ ઉપયોગ કેમ થાય છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર સોનુ ખૂબ જ પવિત્ર ધાતુ છે. દેવી-દેવતાઓની પૂજામાં આ ધાતુનું વિશેષ સ્થાન છે. તેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ફક્ત સોનાના સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. સોનાને ગુરુ ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનું કારણ છે. તેથી રથયાત્રાની શરૂઆતમાં સોનાના સાવરણીથી સફાઈ કરવાથી યાત્રા શુભ સાબિત થાય છે.

Related News

Icon