Home / Business : RBI may make a big cut in repo rate in next monetary policy review meeting

મિડલ ક્લાસને મોદી સરકાર આપી શકે છે મોટી રાહત, ઓટો-હોમ લોન સસ્તી થશે!

મિડલ ક્લાસને મોદી સરકાર આપી શકે છે મોટી રાહત, ઓટો-હોમ લોન સસ્તી થશે!

હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, આરબીઆઈ રેપો રેટમાં 0.50 ટકા (50 બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કરી શકે છે. જેનો ઉદ્દેશ લોન સાયકલને પ્રોત્સાહન આપવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવાનો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોંઘવારી કાબૂમાં હોવાથી રેપો રેટ ઘટશે

આરબીઆઈની એમપીસી બેઠક 4થી 6 જૂનના રોજ અર્થાત આવતીકાલથી શરૂ થશે. આ બેઠકના અંતે છ જૂનના રોજ રેપો રેટ સહિત અન્ય નિર્ણયો પર જાહેરાત થશે. એસબીઆઈના રિપોર્ટ 'એમપીસી બેઠકની પ્રસ્તાવના 4-6 જૂન 2025'માં 0.50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં આરબીઆઈએ 0.25-0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ રેપો રેટ 6 ટકા પર છે. મોંઘવારી અને ઈકોનોમિક ગ્રોથ આરબીઆઈના લક્ષ્યાંકને અનુરૂપ નોંધાતાં જૂનમાં વધુ 0.50 ટકાનો ઘટાડો થઈ શકે છે.

હોમ લોન અને કાર લોન સસ્તી થશે

રેપો રેટ એ વ્યાજ દર છે, જેના આધારે આરબીઆઈ બેન્કોને લોન આપે છે. બેન્કો આરબીઆઈ પાસેથી રેપો રેટના આધારે લોન મેળવે છે. બાદમાં તે ગ્રાહકો સુધી લોન સેવા પહોંચાડે છે. જો રેપો રેટ નીચો હોય તો બેન્કો પણ પોતાના લોન રેટમાં ઘટાડો કરે છે. લોનનો ઈએમઆઈ પણ ઘટશે. હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઈન્ડસ્ટ્રીને સસ્તી લોન મળવાથી માત્ર શહેરી વપરાશમાં વધારો થશે, તેમજ કારખાનામાં રોકાણ વધતાં રોજગારી સર્જન પણ વધશે.

Related News

Icon