દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી અમુક ભાગ બચાવે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરે છે જય તેણે સારું વળતર મળે. જ્યાં તેમની નાની બચત પણ ભવિષ્યમાં જંગી ભંડોળ એકઠા કરી શકે. દેશની સૌથી મોટી વીમા કંપની, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની બચત યોજનાઓ સુરક્ષા અને વળતર બંનેની દ્રષ્ટિએ ખૂબ લોકપ્રિય છે. એલઆઈસીમાં તમામ ઉંમરના લોકો માટે પોલિસી ઉપલબ્ધ છે. આવી જ એક યોજના એલઆઈસીની જીવન આનંદ પોલિસી છે, જેમાં તમે દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયાનું જંગી ભંડોળ જમા કરી શકો છો.

