વર્ક-લાઇફ બેલેન્સ અને માનસિક સ્વાસ્થ્ય માટે સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓની વચ્ચે એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની L&Tના સીએમડી એસ. એન. સુબ્રમણ્યમનું નિવેદન ચર્ચાનો વિષય બની રહ્યું છે. 'તમે શનિવારે રજા કેમ નથી આપતા?' એ પ્રશ્નનો જવાબ આપતાં સુબ્રમણ્યમ સાહેબે તો ત્યાં સુધી કહ્યું કે 'મને એ વાતનું દુઃખ છે કે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી'. પોતાના વિવાદિત નિવેદન પર અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ 'આટલા મોટા માણસના આવા શબ્દો'ની નિંદા કરી છે. પરંતુ શું તમે જાણો છો કે કર્મચારીઓને અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપનાર ચેરમેન તેના સરેરાશ કર્મચારી કરતા 500 ગણો વધુ પગાર લે છે.

