વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે આઇટી શેરોમાં તેજી હોવ છતાં ઘરેલુ શેરબજાર સતત ત્રીજા કારોબારી સત્રમાં ઘટાડે બંધ રહ્યા હતાં. કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો સુસ્ત રહેવાની આશંકા અને યુએસ વ્યાજદરમાં ઓછા વારંવારના કાપની વધતી શક્યતાઓએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. આ સિવાય વિદેશી રોકાણકારોની વેચવાલીથી આ સપ્તાહે બજાર દબાણ હેઠળ જોવા મળ્યું હતું.

