
Adani: અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (એઇએસએલ)ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી, બ્રોકરેજ હાઉસ જેફરીઝે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ પર 'બાય' વલણ જાળવી રાખ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 1,150 છે. બ્રોકરેજ મુજબ કંપની મધ્યમ-ગાળામાં ડબલ ડિજીટ ગ્રોથ માટે નોંધાવે તેવી શક્યતા છે.
બ્રોકરેજએ ઉમેર્યું હતું કે,એઇએસએલ પાસે રૂ. 61,600 કરોડના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ હાલમાં વાર્ષિક ધોરણે 3.6 ગણો વધારો દર્શાવે છે. જ્યારે મુંબઈમાં વિતરણ વૃદ્ધિ સ્થિર છે. વળી મુન્દ્રામાં પણ અપગ્રેડ ઓફર કરવાની ગણી ક્ષમતા છે. એટલુ જ નહીં, સ્માર્ટ મીટર્સ કમિશનિંગમાં પણ સંભવિત ગ્રોથ ભાવિ વૃદ્ધિનું મુખ્ય ચાલક બનશે.
બ્રોકરેજનો ભાવ લક્ષ્ય ગુણાંક ઇવી/એબિટા FY27Eના 15 ગણો છે. તે પાવર ગ્રીડ કોર્પ માટે તેના 10 ગણા લક્ષ્ય ઇવી/એબિટા મલ્ટિપલ માટે પ્રીમિયમ છે. FY25-27Eમાં પાવર ગ્રીડના 7% કર પછીનો નફો સીએજીઆરની તુલનામાં એઆએસએલમાં ઊંચી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા તેમણે જણાવ્યું હતું.
બ્રોકરેજ હાઉસ જણાવે છે કે, નાણાકીય વર્ષ-25-27Eમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ તેના ટ્રાન્સમિશન પોર્ટફોલિયોના અમલીકરણ અને સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન દ્વારા સંચાલિત 34% એબિટા સીએજીઆર અને 57% ઇપીએસ સીએજીઆર પ્રાપ્ત કરી શકે છે. મધ્યમ ગાળામાં કંપનીનો એબીટા FY25-30Eમાં 2.9 ગણો વધવો જોઈએ જે પાવર ગ્રીડ માટે ફક્ત 1.5 ગણો વધ્યો હતો.
પીજીસીઆઇએલ પર એઆએસએલનું પ્રીમિયમ જાન્યુઆરી 2023માં 991%ની સરખામણીમાં ઘટીને 50% થઈ ગયું છે. જે તેને પ્રમાણમાં આકર્ષક બનાવે છે. જોકે મુખ્ય નુકસાનના જોખમોમાં વ્યાજ દર જાળવી રાખવામાં અસમર્થતા અને બજાર હિસ્સામાં ઘટાડો શામેલ છે.
જેફરીઝે ભાર મૂક્યો હતો કે કંપનીનું મૂલ્યાંકન જાન્યુઆરી 2023ના તેના ટોચના એક વર્ષના ફોરવર્ડ ઇવી/એબિટા કરતા 79% ડિસ્કાઉન્ટ પર છે. તેનુ અનુમાન છે કે, એબિટા ડિલિવરી ઉપર તરફ આગળ વધવી જોઈએ.
બ્રોકરેજ મુજબ કંપની FY25-30Eમાં તેના ટ્રાન્સમિશન ગ્રોસ બ્લોકને 2.5 ગણો વિસ્તૃત કરીવા સક્ષમ છે, ઉપરાંત આ ઇક્વિટી બેઝ પર તેના સ્માર્ટ મીટર ગ્રોસ બ્લોકને FY25ના અંતે રૂ. 1,800 કરોડથી રૂ. 24,200 કરોડ સુધી વધારવામાં આવશે. હાલની યોજનાઓના અમલ બાદ ચોખ્ખુ દેવું અને ઇક્વિટી ગુણોત્તર 2 ગણાની અંદર રહેવો જોઈએ. 2018માં મુંબઈ ડિસ્ટ્રીબ્યુશન સર્કલ ખરીદવા માટે ઉછીના લીધેલા રૂ. 8,500 કરોડ ધીમે ધીમે રોકડ પ્રવાહ દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે.