
Surendranagar News: ગઈ કાલે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી દવા આપવા આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના RMO ડો.કુમારે આ અંગે નિવદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની બેદરકારી છે. બેદરકારી દાખવાનાર સ્ટાફને નોટિસ ફટકારી તપાસ શરૂ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં ઇમરજન્સી વિભાગમાં ઘટના બની તે સ્થળના CCTV પણ ચેક કરવામાં આવશે. કેટલા દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપવામાં આવી તે દિશામાં પણ તપાસ થશે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. દર્દીઓના ઈલાજ સાથે થતા ચેડાઓ નહિ ચલાવી લેવા સૂચના અપાઈ છે.