Home / Gujarat / Surendranagar : 1146 people bitten by stray dogs in the city in 30 days

Surendranagar news: શહેરમાં 30 દિવસમાં 1146 લોકોને રખડતા શ્વાને કરડી ખાધા

Surendranagar news: શહેરમાં 30 દિવસમાં 1146 લોકોને રખડતા શ્વાને કરડી ખાધા

Surendranagar news: સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં આ રખડતા શ્વાનોએ 1146 શહેરીજનોને બચકાં ભર્યા હતા. જેથી નાગરિકો આ રખડતા શ્વાનથી કંટાળી તંત્ર સામે રોષ ઠાલવવા મજબૂર બન્યા છે. ચોમાસાના આગમનને પખવાડિયા કરતાં વધુ સમય થયો છતાં શ્વાનોએ નાગરિકોને ભોગ બનાવવાનું એના પહેલાથી શરૂ કરી દીધું હતું. આના લીધે રોજ સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં નિયમિત રીતે 50 દર્દીઓ શ્વાન કરડવાના આવી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર શહેરભરમાં છેલ્લા 30 દિવસથી રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ સિવિલ હોસ્પિટલમાં રોજના 50 જેટલા દર્દીઓ ડોગ બાઈટના આવે છે. જેના લીધે અત્યાર સુધી સુરેન્દ્રનગરના 1146 શહેરીજનોને રખડતા શ્વાનોએ ભોગ બનાવ્યા છે. શ્વાનોના ત્રાસ વધી જતા શહેરમાંથી હડકાયા શ્વાનને પાંજરે પુરવા માંગ ઉઠી છે. ભોગ બનાર લોકોએ સુરેન્દ્રનગર કલેકટર અને કમિશ્નરને કરી રખડતા શ્વાનોએ કરડી ખાધાની રજૂઆત કરી હતી. જેના લીધે આ અંગે આખા શહેરમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. સતત શ્વાન કરડવાના બનાવોને લીધે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રેબિઝ અને ડોગબાઈટની રસીઓનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સિવાય સ્પેશિયલ 7 નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની નિમણૂક કરી હડકવા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

Related News

Icon