Rajkot news: દર વર્ષે શ્રાવણ મહિનામાં રાજકોટનો લોકમેળો ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો રાજકોટના મેળાની મુલાકાતે આવતા હોય છે. રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં આ વર્ષે મોટી રાઈડ શરૂ થવી લગભગ અસંભવ છે. કારણ કે, 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ આજે પૂર્ણ થઈ ગઈ છતાં એકપણ રાઈડ્સનું ફોર્મ ન ભરાયું.
ગઈકાલે પણ રાજકોટ જિલ્લા કલેકટરે મોટી રાઈડ્સ માટે એસઓપીના નિયમોના પાલન માટે જણાવ્યું હતું. પરંતુ આજે દિવસ પૂર્ણ થતા કોઈએ પણ ફોર્મ ન ભર્યું. જે અંગે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, રાજકોટને ભાગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેળા થાય તો રાજકોટમાં કેમ નહીં ?, A પ્લાન B પ્લાન ની વાત ચાલે જ નહીં. કોર્પોરેટર થી પાર્લામેન્ટ સુધી ભાજપ ના જ માણસો છે. રાજકોટના નેતાઓ શું નપાણિયા છે?, કલેક્ટરને વિનંતી કરીશ તકેદારી રાખી મેળાની મંજૂરી આપો. ભાજપના પ્રતિનિધિઓ જાગે અને કલેક્ટરને સમજાવે અને રાઈડસ માટે મંજૂરી આપીને લોકમેળાની શોભા વધારે.