છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે, આ કિંમતી ધાતુ ધીમે ધીમે સામાન્ય માણસની પહોંચની બહાર થતી જઈ રહી છે. પરંતુ આજે પણ લગ્નોમાં સોનાના દાગીનાની ખૂબ ડિમાન્ડ છે. આવી સ્થિતિમાં, હવે લોકો 22 કેરેટ સોનાના દાગીનાને બદલે 18 કેરેટ સોનાના દાગીના તરફ વળી રહ્યા છે. 2024 માં 18 કેરેટ સોનાના દાગીનાની માંગમાં વાર્ષિક ધોરણે 25 %નો વધારો થયો છે. ઉદ્યોગના જાણકારોના મતે, યુવા ગ્રાહકો 18 કેરેટનું ગુલાબી સોનું પસંદ કરી રહ્યા છે કારણ કે તે સસ્તું છે.

