
- અર્થકારણના આટાપાટા
- ટ્રેડ બેલેન્સ સરપ્લસ થાય તે હેતુસર ટ્રમ્પે ટેરિફનું હથિયાર ઊગામ્યું
એક રીતે જોઇએ તો ટ્રમ્પનો ગુસ્સો વાજબી છે. દુનિયાના ઘણા દેશો (ભારત સહિત) અમેરીકન માલસામાન પર અતિશય ભારે કરવેરા નાખે છે. દા.ત., અમેરિકન કારોની આયાત પર ભારત ૧૫૦ ટકા આયાતવેરો નાખે છે. જે કાર અમેરીકામા ૨૦,૦૦૦ ડોલરની પડે તેના પર ભારતમા ૩૦,૦૦૦ ડોલર્સ તો આયાતવેરો નાખવામા આવે છે અને આ કાર ભારતીયજનને ૫૦,૦૦૦ ડોલર્સ વત્તા વાહન ખર્ચ સાથે ૫૫,૦૦૦ ડોલર્સની પડે. શું ટ્રમ્પ આ સ્થિતિમા ભારતની વાહવાહ કરે ? પરંતુ ભારતની વર્લ્ડ ટ્રેડ ક્ષેત્રે કામગીરી સારી કે છેલ્લા પાંચ વર્ષમા જગતવ્યાપાર (વર્લ્ડ ટ્રેડ) બે ટકાના દરે વધી રહ્યો છે તે ભારતનો સરાસરી ૫.૨ ટકાના દરેક વધ્યો છે.
અમેરિકાનો ગુસ્સો : અમેરીકા છંછેડાયું છે તેના સૌથી અગત્યના બે કારણો નીચે મુજબ છે. અમેરીકામા હજારો અને લાખો વિદેશીઓ ગેરમાર્ગે ઘૂસી ગયા છે. જેમાના કેટલાક તો જગતના અઠંગ ગુનેગારો છે. ઇટાલીયન માફીઆએ અમેરીકામા પગદંડો જમાવીને અબજો ડોલરની અપ્રમાણીક રીતે કમાણી કરી તેની યાદ અમેરીકન નાગરીકો ભૂલ્યા નથી. વત્તે બ્રાઝીલ, મેક્સીકો અને કોલંબીયાથી છૂપી રીતે આવાત ડ્રગ્ઝે અમેરીકનોને બરબાદ કરી નાંખ્યા છે. વળી કાયદેસર રીતે આવેલા વિદેશીઓ અમેરીકામા ભણીગણીને અમેરીકનોની નોકરી છીનવી લે છે તે પણ અમેરીકન પ્રેસીડેન્ટને માન્ય નથી પરંતુ અત્યારે તેમનો સૌથી ભયાનક ગુસ્સો અમેરીકામા નિકાસ કરતા દેશો સામે છે. અમેરીકા આયાત પર બહુ ઊંચા આયાતવેરા નાખતુ નથી પરંતુ અન્ય દેશો અમેરીકન માલસામાન પર મોટા આયાતવેરા નાખીને અમેરીકન ઉદ્યોગકારો અને નિકાસકારોને લૂંટી લે છે તેમ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે. અમેરીકા જેવો જગતમા સૌથી વધુ જીડીપી ધરાવતો દેશ તો ટ્રેડ સરપ્લસથી લદબદ હોવા જોઇએ તેને બદલે તે વર્ષોથી ટ્રેડ ડેફીસીટ ધરાવે છે જેને માટે પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય દેશો અસહ્ય ઊચા આાયતવેરા અમેરીકન માલસામાન પર નાખીને અમેરીકાને છેતરે છે.
ટ્રમ્પની દલીલો : એક રીતે ટ્રમ્પની દલીલ સાચી છે. અમેરીકાનું ટ્રેડ બેલેન્સ વર્ષોથી નેગેટીવ રહે છે. જગતના સૌથી સમૃદ્ધ દેશ તરીકે અમેરીકનનું ટ્રેડ બેલેન્સ જંગી સરપ્લસ હોવુ જોઇએ પરંતુ તે નેગેટીવ રહે અને તે પણ અમેરીકન સાથે વ્યાપાર કરતા દેશોની લુચ્ચાઈ (અમેરીકન નિકાસ પર જંગી આયાતવેરા) તે કારણે હોય તે ડોનાાલ્ડ ટ્રમ્પને સ્વાભાવીક રીતે જ પસંદ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જગતને ફ્રી ટ્રેડ (ફ્રી ટ્રેડ એટલે મફતમા વ્યાપાર નહી પરંતુ વિદેશીમાલ સામાન્ય પર શૂન્ય આયાતી જકાત કે નિકાસી જકાત)માંથી પ્રોટેકશનીસ્ટ વર્લ્ડ ટ્રેડ તરફ લઇ જવા માગે છે તેનુ મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમેરીકાની નિકાસ કરતા તેવી આયાત જંગી રીતે વધારે છે. આ માટે અમેરીકાનું છેલ્લા ૬ વર્ષનું ટ્રેડ બેલેન્સ જોઇએ. ૨૦૧૯મા અમેરીકાનુ નેગેટીવ ટ્રેડ બેલેન્સ ૫૭૯ બીલીયન ડોલર્સ, ૨૦૨૦મા ૬૨૬ બીલીયન ડોલર્સ, ૨૦૨૧મા ૮૫૮ બીલીયન ડોલર્સ, ૨૦૨૨મા ૯૭૧ બીલીયન ડોલર્સ, ૨૦૨૩મા ૭૮૫ બીલીયન ડોલર્સ, અને ૨૦૨૪મા ૯૧૮ બીલીયન ડોલર્સ હતુ. ૨૦૨૫ના તે નેગેટીવ ૧૧૦૦ બીલીયન ડોલર્સ પર પહોંચી જાય તેવી સંભાવના છે.ભારત સાથે પણ અમેરીકાનુ ટ્રેડ બેલેન્સ નેગેટીવ છે. ભારત અમેરીકા પાસેથી જે માલસામાન ખરીદે છે તેના કરતા અમેરીકાને ખૂબ વધુ માલસામાન વેચે છે. ૨૦૨૪મા ભારતે અમેરીકા ખાતે ૮૭.૪ બીલીયન ડોલર્સની નિકાસ કરી અને અમેરીકામાંથી માત્ર ૪૧.૮ બીલીયન ડોલર્સની આયાત કરીન અમેરીકા સાથે ૪૫.૬ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો. ૨૦૨૩ના વર્ષમાં પણ ભારતે અમેરીકા ખાતે ૮૩.૭ બીલીયન ડોલર્સની નિકાસ કરી હતી અને આયાત માત્ર ૪૦.૪ બીલીયન ડોલર્સની કરી ૪૩.૩ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો હતો.
ભારત અને ચીનની વસતી દરેકની ૧૪૩ કરોડ ઉપર પહોંચી ગઈ છે. તેથી તેઓની માથાદીઠ આવક અમેરીકાથી ઘણી ઓછી છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતની માથાદીઠ આવક હજી ૩૦૦૦ ડોલર્સ પર પણ પહોંચી નથી.