સતત 4 દિવસ સુધી 930 રૂપિયા મોંઘા થયા પછી, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ એક દિવસ માટે સ્થિર રહ્યો અને આજે ઉતરાણના એક દિવસ પહેલા તે 10 રૂપિયા સસ્તું થયું છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં 24 કેરેટ સોનાની કિંમત 79630 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે, જ્યારે 22 કેરેટ 72990 રૂપિયા અને 18 કેરેટ સોનું 59720 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. ગયા વર્ષે 2024 માં, સોનાએ લગભગ 26 ટકા વળતર આપ્યું હતું, જે 2010 પછી સોનાના પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વર્ષ હતું.

