- વિવિધા
- સેટેલાઇટ ઇમેજ રૂ. ત્રણ લાખમાં ફોટોગ્રાફની જેમ ખાનગી કંપનીઓ ઝીલી આપે છે : પહલગામના
- આતંકી સ્થળની સેટેલાઇટ તસવીર અમેરિકાની મેક્સાર કંપનીએ વેચી હતી
- સરકાર ,સેના કે અવકાશ સંસ્થાઓ જ નહીં હવે ખાનગી કંપનીઓ પણ તેમના ઉપગ્રહો ધરાવે છે સેટેલાઇટ ઇમેજ વેચે છે ભારતીય સેનાએ વિશ્વ સમક્ષ પાકિસ્તાનમાં કેવી તારાજી સર્જી તે પુરવાર કરવા સેટેલાઇટ તસવીરો જ રજૂ કરી : ચીનને પણ આ રીતે ખુલ્લું પાડયું હતું
આતંકવાદીઓ પહેલગામમાં પર્યટકોને આબાદ રીતે નિશાન બનાવી ગયા તે પછી ભારતીય સેના અને પોલીસને પણ સમજતા વાર લાગી કે આતંકવાદીઓ પાકિસ્તાનની સરહદ પાર રહીને કઈ રીતે આ યોજના પાર પાડી શક્યા હશે.સ્થાનિક નાગરિકોની મદદ હોય તો પણ ચોક્કસ લોકેશન પર આવવું,ઓપરેશન પાર પાડવું અને ગીચ ખીણ ધરાવતા જંગલોમાં નાસી જઈને તેમના અડ્ડા પર પરત ફરવું તે જેઓએ કાશ્મીરની ભૂગોળ જોઈ હોય તેને જ ખ્યાલ આવે કે આ ખૂબ અભ્યાસ,રેકી માંગી લેતું કામ છે.

