
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો આતંક સતત સામે આવી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો તળાવો અને નદીઓમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે તંત્રએ એકેશન પ્લાન બનાવ્યો છે. ધોળીધજા ડેમ અને વસ્તડી ભોગાવો નદીમાં જ ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા પાકા રસ્તાઓ બનાવ્યા હતા. તંત્રએ પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમ પર અને ભોગાવો નદીમાં બનાવામાં આવેલા રસ્તાઓ તોડી પાડ્યા છે.
પાણીનું વહેણ રોકીને ખનીજ ચોરી કરતા
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ખનીજ ચોરી કરતા તત્વો દ્વારા જે પાણીના વહેણ બદલવાનું કાવતરું કર્યું છે તે તમામ સામે પગલાં ભરવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. પાણીનું વહેણ રોકીને ખનીજ ચોરી કરવામાં આવતી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર લગામ લગાવા આખરે તંત્ર સક્રિય બન્યું છે.