
Surendranagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં સતત બદલીનો દૌર ચાલી રહ્યો છે. એવામાં ફરીથી સુરેન્દ્રનગર પોલીસમાં બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. SMCની દારૂની રેડનેે પગલે સાયલા પોલીસમાં ફરજ બજાવતા નવ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. સાયલા પોલીસમાં ફરજ બજાવતા નવ જેટલા પોલીસ કર્મચારીઓની દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, સહિત જગ્યાએ બદલી કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા જ SMCની ટીમ દ્વારા સાયલાના ઢાંકણીયા પાસેથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનું કટીંગ ચાલુ હતું તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું હતું. બીટ જમાદાર સહિત ડી સ્ટાફમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીની સામુહિક બદલી કરવામાં આવી છે. સાયલા વિસ્તારમાં થોડા દિવસોમાં જ એસએમસી દ્વારા કેમિકલ તેમજ ઇંગલિશ દારૂ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈ જીના આદેશને લઈ સુરનગર એસપીએ મોટો નિર્ણય લીધો છે.