અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવાના હેતુથી એક મોટા પગલામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ને USની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યો છે. આ અન્ય દેશો દ્વારા કરવામાં આવેલો સંયુક્ત પ્રયાસ છે અને તેથી, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

