સુરતને ઓવરબ્રિજનું શહેર ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં જ ભળી ગયેલા અન્ય એક વિસ્તારમાં વધુ એક ઓવરબ્રિજનું લોકાર્પણ ચાર દિવસમાં થવા જઈ રહ્યું છે. જેથી વાહનચાલકોને લાભ થવાનો છે. પલસાણા-હજીરા NH-53 પર ગભેણી તેમજ રામજીવાડી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર 18 એપ્રિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લા મૂકાશે.

