અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ ફરી એકવાર વધુ તીવ્ર બન્યો છે. આ સંઘર્ષ હવે એક નવા વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવતા ઉત્પાદનો પર ટેરિફ વધારીને ૧૨૫ ટકા કર્યો છે, જે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા ટ્રમ્પે ચીન પર "વૈશ્વિક બજારો પ્રત્યે આદરનો અભાવ" હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે હવે ચીન અમેરિકા અને અન્ય દેશોને લૂંટી શકશે નહીં.

