ટીવી જગતના પ્રખ્યાત શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 2 દાયકાથી ચાહકોનું ફુલ મનોરંજન કરી રહ્યો છે. તે દેશના સૌથી લાંબા સમય સુધી ચાલતા શૉમાંથી એક છે. આ એક એવો શૉ છે જેના બધા પાત્રો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ 18 વર્ષના સફરમાં શૉમાં ઘણા ફેરફાર પણ જોવા મળ્યા છે. ઘણા કલાકારો એવા છે જે હવે આ શૉનો હિસ્સો નથી રહ્યા. પરંતુ કેટલાક એવા પણ છે જે હવે આ દુનિયામાં નથી. અમે તમને એવા 4 સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ TMKOCનો હિસ્સો હતા અને તેમનું નિધન થઈ ગયું છે.

