કેરળમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી બાદથી હવે દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાના આગમનની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોનસૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે. આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

