પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાનો મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી બે અરજીઓ પર 21 એપ્રિલે સુનાવણી થશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. હિંસાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી એક PIL સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

