Wheat Production News : ભારતમાં આ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે. જેને પગેલ દેશમાં ઘઉંની સ્થાનિક માગ પૂરી થઈ શકશે અને આ વર્ષે આયાત કરવાની કોઈ જરૂર નહીં પડે. અગાઉ દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થશે, જેથી તેને ઓસ્ટ્રેલિયા સહિત વિદેશી ઘઉં આયાત કરવાની જરૂર પડશે અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં ઉછાળો આવશે તેવી અટકળો બજારમાં ચાલતી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરિત છે, ભારતે ઘઉંની આયાત કરવાની જરૂર નહીં પડે. જે ભારત માટે એકંદરે રાહતની સ્થિતિ દર્શાવે છે.

