ઑસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બીજી વખત ચૂંટણીમાં જીત નોંધાવી છે. એન્થની અલ્બનીઝની લેબર પાર્ટીને બહુમતી મળી જતાં કોઈ પણ ગઠબંધન વિના સરકાર બનાવશે. આ ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને વિપક્ષ નેતા પીટર ડટન વચ્ચે ટક્કર હતી. ડટને હાર સ્વીકારી અને એન્થની અલ્બનીઝને શુભેચ્છા પાઠવવા ફોન પર વાતચીત પણ કરી છે. પીટર ડટન બ્રિસ્બેનની ડિક્સન બેઠક પરથી પણ ચૂંટણી હાર્યા છે, તેમની સામે લેબર પાર્ટીના ઉમેદવાર અલી ફ્રાંસની જીત થઈ.

