પાકિસ્તાની સેનામાં ગંભીર કટોકટીના સંકેતો દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના પહેલગામ વિસ્તારમાં મુજાહિદ્દીન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘટના બાદ પાકિસ્તાનની સેનાના જવાનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આના કારણે ભારત સાથે સંભવિત યુદ્ધનો ભય વધુ ઘેરો બનવા લાગ્યો છે. આના કારણે પાકિસ્તાની સેનામાં ટોપ ટપ રાજીનામા પડ્યા છે. પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વાર્ટર (GHQ), રાવલપિંડી તરફથી જારી કરાયેલ એક ગુપ્ત એડવાઈઝરી લીક થઈ છે. જેમાં (એડવાઈઝરી નંબર: ISPR/OPS/2025/04/028) માં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે પહેલગામ ઘટના બાદ પાકિસ્તાનની સેનાના કર્મચારીઓમાં ભય ફેલાયો છે અને મોટા પાયે રાજીનામા પડી રહ્યા છે અને રાજીનામાની વિનંતીઓ આવી રહી છે.

