કેનેડાના વાનકુવર શહેરમાં લેપુ-લેપુ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન લોકોની ભીડ પર ઝડપથી દોડતી એક કાર ફરી વળી હતી. આ ઘટના દુર્ઘટના છે કે હુમલો તે અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ આ ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે ડઝનબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને કસ્ટડીમાં લીધો છે.
દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?
મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવારે વાનકુવરના ઈસ્ટ 41મા એવન્યૂ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક બની હતી. અહીં લેપુ-લેપુ ફેસ્ટિવલ હેઠળ ડે બ્લૉક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ફિલિપાઈન્સની સંસ્કૃતિ પર આધારિત એક પ્રખ્યાત ફેસ્ટિવલ છે. આ ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન એક એસયુવી ચાલકે બેફામ રીતે વાહન હંકાર્યું, જેના કારણે ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી.

