Home / Gujarat : Lok Rakshak Samvarg Written Exam Provisional Answer Key Declared

પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે 16 જૂને પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેનિંગ કરીને સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી છે. આ દરમિયાન આજે શુક્રવારે (20 જૂન) ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે યોજાવવામાં આવી હતી. જ્યારે આજે શુક્રવારે (20 જૂન) 4:00 વાગ્યે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. 

ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી 2 - image

23 જૂનની રાત્રિના 11:59 વાગ્યા સુધી થશે વાંધા અરજી

લેખિત પરીક્ષાની Provisional Answer Key ઉમેદવારો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in અથવા lrdgujarat2021.in જઈને મેળવી શકશે. Provisional Answer Key માં જણાવેલા સવાલના જવાબ સામે જો કોઈ ઉમેદવારોને વાંધો જણાય તો, તેઓ આગામી ત્રણ દિવસ એટલે કે 23 જૂન, 2025ની રાત્રિના 11:59 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી-રજૂઆત મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ રીતે વાંધા મોકલવામાં આવે અથવા તો સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મોકલવામાં આવેલા વાંધા-રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે.

ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી 3 - image

OMR Sheetની સ્કેનિંગ કોપી જાહેર

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો OMR Sheetની સ્કેનિંગ કોપી virtualview.co.in ભરતી બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકશે. જેમાં ઉમેદવારો પરીક્ષાનું નામ, જિલ્લો, સીટ નંબર અથવા રોલ નંબર અને જન્મ તારીખ સહિતની વિગત નાખીને આગામી 30 જૂન સુધી OMR Sheet મેળવી શકશે.

 

Related News

Icon