Home / Gujarat / Mehsana : Mother jumps to death with 8-year-old daughter in canal

Mehsana news: કેનાલમાં માતાએ 8 વર્ષની પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, સ્યુસાઈડ નોટમાં આપઘાતનું રહસ્ય ખુલ્યું

Mehsana news: કેનાલમાં માતાએ 8 વર્ષની પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, સ્યુસાઈડ નોટમાં આપઘાતનું રહસ્ય ખુલ્યું

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાં આવેલ પાવર સ્ટેશન પાસેની નર્મદા કેનાલમાંથી માતા અને પુત્રીની લાશ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, સાણંદ તાલુકાના મખીયાવ ગામના યુવાનની 33 વર્ષીય પત્નીએ અને આઠ વર્ષીય પુત્રી સાથે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ આપઘાત રહસ્ય ખુલ્યું છે, જેમાં મહિલાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ઉધારમાં આપેલા 30,000 રૂપિયા ન મળતા આ પગલું ભર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. ધોરણ-3માં ભણતી દીકરીને લઈ માતાએ મોતની છલાંગ લગાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકો સાણંદના મખીયાવ ગામના રહેવાસી છે.

એક ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી મળી આવી

પોલીસે કેનાલ પાસે તપાસ હાથ ધરતા એક ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુ જોડેથી 30 હજાર લેવાના હોવાનો ઉલ્લેખ પણ છે.

Related News

Icon