વૈશ્વિક રાજકારણ હોય કે ઘરઆંગણાના મુદ્દા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર એવા એલફેલ નિવેદનો કરતા રહે છે કે એનાથી વિવાદ સર્જાઈ જાય છે. તાજેતરમાં તેમણે અમેરિકન પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ માટે ‘એ હવે “હોટ” નથી રહી’ એવું લખીને લોકોની ટીકા વહોરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે લખ્યું હતું કે, ‘શું કોઈએ એ વાત પર ધ્યાન આપ્યું છે કે, જ્યારથી મેં “હું ટેલર સ્વિફ્ટને નફરત કરું છું” એવું કહ્યું ત્યારથી તે “હોટ” રહી નથી?’ આ મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રમ્પની ટીકા કરવા માંડી છે.

