
પંચમહાલમાં MGVCLમાં કામ કરતાં કર્મચારીનું વીજપોલ પરથી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. MGVCLમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી થાંભલા પર કરતો હતો ત્યારે બની આ ઘટના.
કાલોલમાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું થાંભલા પરથી પડતાં મોત નીપજ્યું હતું. મીની વાવાઝોડામાં કાલોલના ડેરોલ રોડ ઉપર લીમડાનું ઝાડ પડતાં વીજ લાઇનને નુકશાન થયું હતું. વીજ કંપનીના કોન્ટ્રાકટરના માણસો વીજપોલ ઉપર રીપેરીંગ કામ કરતાં હતા. આ દરમ્યાન એક કર્મી થાંભલા ઉપરથી પટકાયો હતો, જેમાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું.