Ahmedabad Congress National Convention: અમદાવાદમાં આગામી સપ્તાહમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1902 અને 1921માં અહીં અધિવેશન મળેલાં, એ જોતાં કહી શકાય કે ઘટનાનું 123 કે 104 વર્ષે પુનરાવર્તન થઈ રહ્યું છે. બીજો એક સંદર્ભ જોઇએ તો, ભાવનગરમાં 1961માં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું તે પછી પહેલીવાર ગુજરાતમાં મળી રહ્યું છે.

