VIDEO: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરી કોંગ્રેસ કાર્યકરોને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુલાબસિંહે શુભેચ્છા મુલાકાત લીધી હતી. 30 વર્ષના ભાજપના ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર સામે લડતને લઈ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બને તે માટે કાર્ય કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા અંગે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, આખા ગુજરાતમાં દારૂની લાઈનો ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી સંકલન કરી તમામ તાલુકાઓમાં એકસાથે જનતા રેડ પાડશે. દરેક તાલુકામાં 50-50 ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે. દારૂના વેપલાને લઈ પોલીસને પણ કોઈ શરમ નથી આવતી.

