રાજકોટમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો છે. જે.કે કોટેજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભયંકર છે કે તેના ધુમાડા 8 કિલોમીટર દૂર સુધી જોવા મળી રહ્યા છે.