ગુજરાતમાં અકસ્માતની હારમાળ સર્જાઈ છે તેમ એક પછી એક સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક પ્રોઢ પર બસ ફરી વળતાં પ્રોઢનું કરુણ મોત નિપજ્યું હતું.

