ગુજરાતના રાજકોટના ઉપલેટા નજીક સુપેડી ગામે હિટ એન્ડ રનની દુ:ખદ ઘટના બની છે. 21 વર્ષીય અક્ષિતાબેન વાળા તાલાળા ગામથી ઈવા આયુર્વેદ કોલેજ જવા નીકળ્યા હતા. સુપેડી ગામે બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આયુર્વેદ ડોક્ટર બનવાનું અક્ષિતાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.ઉપલેટાની કોટેઝ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી..આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હતી.