
બોલિવૂડમાં પોતાની પરફેક્શનિસ્ટ છબી માટે પ્રખ્યાત બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. પોતાની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ આમિર 3 વર્ષ પછી સિતારે જમીન પર સાથે વાપસી કરી છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત સિતારે ઝમીન પર કે લાલ સિંહ ચઢ્ઢા જ નહીં, આમિરે આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે ફિલ્મ હિટ સાબિત થઈ છે.
આજે તમને આમિર ખાનની 1996માં આવેલી ફિલ્મ વિશે જણાવશું, જે તે સમયે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી કરિશ્મા કપૂર જોવા મળી હતી. આ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તો અહીં જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મનું નામ છે રાજા હિન્દુસ્તાની.
રાજા હિન્દુસ્તાની 1996ની એક મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. IMDBના મતે, આમિર ખાને શરૂઆતમાં આ ફિલ્મને નકારી કાઢી હતી. બાદમાં ફિલ્મના દિગ્દર્શકે આમિર ખાનને ખાતરી આપી કે આ ફિલ્મ મોટી હિટ થઈ શકે છે. આ પછી આમિર ખાન ફિલ્મ કરવા માટે સંમત થયો હતો. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરિશ્મા કપૂર જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે કરિશ્મા પહેલા આ ફિલ્મ ઐશ્વર્યા રાયને ઓફર કરવામાં આવી હતી.
વોગ સાથેના એક જૂના ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે જો મેં મિસ ઇન્ડિયામાં ભાગ ન લીધો હોત, તો રાજા હિન્દુસ્તાની મારી પહેલી ફિલ્મ હોત. રાજા હિન્દુસ્તાનીને બેસ્ટ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ સાથે કુલ 12 એવોર્ડ મળ્યા હતાં. આમિર ખાનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. કરિશ્મા કપૂરને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટરનો એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો હતો.