સલમાન ખાનની ફિલ્મ "જય હો"માં લીડ એક્ટ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરનારી ડેઈઝી શાઝનું ઘણાં સમયથી શિવ ઠાકરે સાથે નામ જોડવામાં આવે છે. આમ તો બંને જણા ઘણી વખત આ સમાચારને ખોટા બતાવી ચૂક્યા છે પરંતુ હવે એવા સમાચાર છે કે બંને જણા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બાબતે હવે ડેઈઝીનું રિએક્શન આવ્યું છે. ડેઈઝીએ કહ્યું કે આ અફવા આટલી બધી કેમ વાયરલ થઈ રહી છે આ બાબતે આટલી બધી ચર્ચા કેમ થાય છે.

