ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી.

