Home / Business : Exercise to increase production in the agricultural sector

Business Plus: કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા કવાયત

Business Plus: કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા કવાયત

- ઊભી બજારે 

- વધુ અસરકારક ખાતર તથા વધુ પેદાશ આપતા ક્વોલિટી બિયારણ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા શરૂ થયેલી ઝુંબેશ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દેશમાં ટૂંક સમયમાં શરૂ થનારા ચોમાસા પર કૃષિ ક્ષેત્રની નજર રહી છે. આ વર્ષે મોન્સૂન વહેલું આવવાની શક્યતા વધી છે. ભારતમાં આઝાદીના આટલા લાંબાગાળા પછી પણ હજી પણ દેશમાં સિંચાઈ યોજનાનો વ્યાપ ઓછો રહેતાં ખેડૂતોનો મુખ્યત્વે આધાર ચોમાસા પર રહ્યો છે અને હાલ ખેડૂતોની નજર આકાશ તરફ રહી છે. દેશમાં વાવેતરનો  વિસ્તાર ઉંચો રહ્યો છે  પરંતુ હેકટરદીઠ પેદાશ સરખામણીએ ઓછી રહેતાં તથા ઘરઆંગણે સ્થાનિક માંગમાં એકધારી વૃદ્ધિ થતી રહેતાં ઘણી કૃષિ ચીજોની  આપણે આયાત કરવી પડે છે એવી સ્થિતિ પણ જોવા મળી છે. સ્થાનિક ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સરકાર છાશવારે વિવિધ પગલાંઓ જાહેર કરતી પણ જોવા મળી છે. જો કે સરકારના  આ વિવિધ પગલાંઓને કેવી સફળતા મળે છે તેતો આવનારો સમય જ કહી શકશે પરંતુ હાલ પુરતો આયાત પર આધાર ચાલુ રહેશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, ખરીફ મોસમ ૨૦૨૫ માટે સરકારે અનાજ ઉત્પાદનો ટારગેટ  ૧૬૮૮થી ૧૬૮૯ લાખ ટન જેટલો નક્કી કર્યાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. પાછલી ખરીફ મોસમની સરખામણીએ આ વર્ષે ખરીફ મોસમ ૨૦૨૫ માટે સરકારે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે દોઢ ટકો ઉંચો રાખ્યો હોવાનું અનાજ બજારના જાણકારો  જણાવી રહ્યા હતા.  ખરીફ ચોખાના ઉત્પાદનનો લક્ષ્યાંક ૧૨૦૭થી ૧૨૦૮ લાખ ટન આસપાસ રાખવામાં આવ્યો છે જ્યારે તુવેર માટે આવો અંદાજ ૩૭ લાખ ટનનો, અડદ માટે ૧૫થી ૧૬ લાખ ટનનો તથા મગ માટે ૧૬થી ૧૭ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. મકાઈ માટે આવો અંદાજ ૨૬૦ લાખ ટનનો, જુવાર માટે ૨૨થી ૨૩ લાખ ટનનો તથા બાજરી માટે ૯૮થી ૯૯ લાખ ટનનો સરકારે અંદાજ બાંધ્યો છે. દરમિયાન, પરંપરાગત ખાતરનો વપરાશ ઘટાડી નાનો-યુરીયા તથા નાનો ડીએપી જેવા નવતર પ્રકારના અને વધુ અસરકારક ખાતરોનો વપરાશ ખેડૂતો કરવા માંડે એ માટે કૃષી મંત્રાલયે જાગૃતિ અભિયાન શરૂ કર્યાના વાવડ પણ મળ્યા હતા.

દરમિયાન, બિયારણને લગતો કાયદો સીડસ એક્ટ ૧૯૬૬માં સુધારા વધારા કરવા પણ દિલ્હી સ્તરે વિચારણા શરૂ થયાના વાવડ  મળ્યા હતા. ખેડૂતોના હિતની રક્ષા કરવા તથા નબળા અને નકલી બિયારણ-સીડસ વેંચતા તથા બનાવતા લેભાગુ વર્ગન પાઠ ભણાવવા  આવા સીડસનું વેંચાણ ઘટાડી સદેવા માટે સરકારે વિવિધ પગલાં નક્કી  કર્યાના વાવડ પણ મળ્યા હતા. ૨૯મેથી ૧૨ જૂન  દરમિયાન વિકસીત કૃષી સંકલ્પ અભીયાન હેઠળ ઈન્ડિયન કાઉન્સિલર ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના કૃષી વૈજ્ઞાાનિકો સહિત વિવિધ તજજ્ઞાો ખેડૂતોને વધુ પાક કઈ રીતે મેળવવો એ વિષયક સમજણ પૂરી પાડતી ઝુંબેશ શરૂ કરનાર હોવાના નિર્દેશો પણ મળ્યા છે. ક્રોપ-યીલ્ડમાં વિવિધ રાજ્યો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે તથા ઘણા કિસ્સામાં તો એક જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવો મોટો તફાવત ક્રોપ યીલ્ડમાં જોવા મળે છે તે દૂર કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. દરમિયાન, દેશમાં ક્વોલીટી સીડસ (બિયારણ)ની  વાર્ષિક માગ ૧૫૮થી ૧૫૯ લાખ  ક્વિન્ટલ જેટલી રહી છે તેની સામે આવા સીડસની ઉપલબ્ધતા ૧૭૧થી ૧૭૨ લાખ કિવન્ટલ હોવાનો દાવો સરકાર કરી રહી છે. જો કે વિવિધ રાજ્યોમાંથી મળતા સમાચાર મુજબ હકીકતમાં ક્વોલીટી બીડ્સ ઉપલબ્ધતાની સ્થિતિ એટલી બધી સારી નથી! સીડ પ્રોડકશન ચેઈનમાં ડિજીટલાઈઝેશન પ્રક્રિયામાં સાથી પોર્ટલ પર  આશરે ૨૪ રાજ્યો બોર્ડ પર આવી ગયા હોવાનો દાવો કેન્દ્ર સરકાર કરી રહ્યાના વાવડ પણ મળ્યા હતા.

- દિલીપ શાહ

Related News

Icon