
Ahmedabad news: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરી, ચોરી, અપહરણ અને હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલ પાસે રાત્રિના સમયે પોતાના દીકરા માટે નાસ્તો લેવા ગયેલા વ્યકિતને પાંચથી સાત લોકો સાથે બોલાચાલી થયા બાદ આ લોકોએ એ વ્યકિતનું અપહરણ કરી લીધું હતું. જે બાદ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર મારતા મોત થયું હતું. પોલીસે મૃતકની પત્નીના ફરિયાદના આધારે બે શખ્સો અને એક સગીરની અટકાયત કરીને ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિના સમયે પોતાના નાના બાળક માટે નાસ્તો લેવા ગયેલા યુવકને પાંચથી સાત લોકો બોલાચાલી બાદ યુવકનું અપહરણ કરી લઈ ગયા હતા. જે બાદ આ યુવકને બોરડીવટનગર છાપરા પાસે આવેલા મેદાનમાં અપહ્યત ઉમંગને લોખંડના પાઇપ અને લાકડીઓ વડે માર મારી મોત નિપજાવ્યું હતું. જે બાદ ઉમંગને વોરાના રોજા પાસે જાહેર રોડ પર તરછોડી આરોપી ફરાર થયા હતા. ઉમંગના પત્ની સંગીતાબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરોડા નિકોલ ચિત્રકૂટ જોગણી માતાના મંદિર પાસે આરોપી રહે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણ અને હત્યા કેસની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની અટકાયત કરી લેતા હોય છે. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણી ને વોન્ટેડ જાહેર કર્યા છે. સુમિત ઉર્ફે બિલાડી અને ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત હતી આ જૂની અદાવતને લઈને ઉમંગ પર હુમલો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી પોલીસે આપી છે. ચારેક વર્ષથી માથાકૂટ હતી. ભૂતકાળમાં આરોપી સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કલમ-302, 307 અને મારા મારી સહિતના ગુના નોંધાયા છે. જ્યારે ઉમેશ વિરુદ્ધ પણ ભૂતકાળમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયા છે.