
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ. આ વિમાન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું, જેમાં કુલ 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જેમાં વિમાનમાં બેઠેલા 241 લોકોનો પણ સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ જઈ રહેલા એક યુવા ક્રિકેટર પટેલ દીર્ધ પ્રફૂલ્લકુમારનું પણ તેમાં મૃત્યુ થયું. તે સીટ નંબર 17Jમાં બેઠો હતો.
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 23 વર્ષીય દીર્ધ પટેલનો પણ સમાવેશ થાય છે, જે ઈંગ્લેન્ડમાં લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો. તેણે હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. લીડ્સના આ ક્લબે દીર્ધ પટેલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેને શ્રદ્ધાંજલિ આપી
હતી.
ક્લબે કહ્યું કે તેના મૃત્યુના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. "ક્લબના દરેક વ્યક્તિની સંવેદના દીર્ધના પરિવાર અને તેમને ઓળખતા બધા લોકો સાથે છે." એરેડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "દીર્ધ તેની નવી નોકરીમાં સેટલ થયા પછી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગતો
હતો."
ખેલાડીઓએ મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું
તેણે કહ્યું કે, તેનો ભાઈ કૃતિક પૂલ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો. બંને ક્લબે વિકએન્ડમાં રમાયેલી તેમની મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું અને દીર્ધ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.