
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 162 મૃતકોના DNA મેચ થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેક ઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય 275 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચ્યો હતો.